દીકરી છે
ઘરે આંગણે આ હવા દીકરી છે,
પિતાની બધી યે દુઆ દીકરી છે.
થકીને ઘરે સાંજના હું ફરું છું,
બધા થાકની એ દવા દીકરી છે.
ભલે ઘર નથી કોઈ મંદિર છતાં યે,
અમારી અગાશી-ધજા દીકરી છે.
વિદાયે ગલી, ઝાડ, ઝાંપો રડે છે,
ઘરે ઘર ગવાતી કથા દીકરી છે.
પરાગે ઘણાં શાસ્ત્ર વાંચ્યાં છતાં યે,
ઘરે ગુંજતી એ ઋચા દીકરી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #પિતા #વિદાય #ઘરનુંઅજવાળું #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #FatherDaughter #Blessing #Farewell #ParagRatanpara