મારો ગણો
નથી કોઈનો, દોષ મારો ગણો,
ઘરે જે બળે, રોષ મારો ગણો.
ગણી ભૂલ સૌની, સદા ટોકતો,
ભરેલો જ આક્રોશ મારો ગણો.
તિજોરી ભરી, તોય ખાલી હતો,
હતો જે, અસંતોષ મારો ગણો.
સભામાં વખાણ્યો બધાએ મને,
ખરી વાત, જયઘોષ મારો ગણો.
પરાગે ન ફરિયાદ કીધી કદી,
ખરે તોય, સંતોષ મારો ગણો.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મનિરીક્ષણ #અહંકાર #સંતોષ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Introspection #OwnYourFaults #Ego #Contentment #ParagRatanpara