← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રજા આપજો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે છે સવારી, રજા આપજો,
બિછાવી પથારી, રજા આપજો.

તમારા ઘરે ગીત ગાયાં ઘણાં,
પતાવી ઉધારી, રજા આપજો.

હતો રોગ લાંબો, દવાઓ ઘણી,
થકાવે બિમારી, રજા આપજો.

રડો ના, મને ગાઈને દ્યો વિદાય,
ભરી મન ખુમારી, રજા આપજો.

પરાગે ભરી ફૂલ પાંખો, હવે
તજી આ અટારી, રજા આપજો.

– પરાગ રતનપરા

#ગઝલ #વિદાય #અંતિમયાત્રા #મૃત્યુ #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #FinalFarewell #GracefulExit #Mortality #LastWords #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખક્યાં વસે?આગલો લેખ →એક કારણ