← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરતાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અહીંથી મને ગામ વરતાય છે,
છતાં દૂર એ ધામ વરતાય છે.

સવારે ચલું, સાંજ આવી ચડે,
ફરી એ જ ત્યાં શામ વરતાય છે.

ગયો દાન દેવા, ધરી ભેટ લાખ,
નથી રામ, બસ નામ વરતાય છે.

થયા હાથ ઢીલા, નજર ધૂંધળી,
હવે એક બસ કામ વરતાય છે.

ભ્રમર ફૂલ ફૂલે ભમે રાતદી,
પરાગે જ બસ ઠામ વરતાય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મંઝિલ #ઘડપણ #દંભ #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #DistantDestination #OldAge #Hypocrisy #JourneyOfLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછેલ્લો શ્વાસઆગલો લેખ →શબ્દની