← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉછીનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે રોજ ઊગે, વહાણું ઉછીનું,
જનમ છે સમયનું ઉખાણું ઉછીનું.

મળી બાપની આ અટક, ને ધરમ પણ,
વળી ગ્રંથમાંથી ભણાણું ઉછીનું.

સભામાં મળી દાદ, તાળી, ગુલાબો,
હતું ગીત જે, તે ગવાણું ઉછીનું.

ભલે રંગ ઘરને નવો તેં કરાવ્યો,
છતાં મન હજી છે પુરાણું ઉછીનું.

પરાગે હવા પર લખી એક ફોરમ,
હતું ફૂલનું એ ય નાણું ઉછીનું.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનદર્શન #ઉછીનુંજીવન #અહંકાર #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #BorrowedLife #Impermanence #Humility #TimeAndSelf #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદાવઆગલો લેખ →છેલ્લો શ્વાસ