ફરી આવશું
મરીને સુવાસે ફરી આવશું,
સવારે ઉજાસે ફરી આવશું.
તમે ગોખલે દીપ મૂકી જજો,
તમારે નિવાસે ફરી આવશું.
કદી બેસશો જો નદીકાંઠડે,
તરંગે, પ્રવાસે ફરી આવશું.
ગવાશે કદી જો ગઝલ આપણી,
તમારા જ શ્વાસે ફરી આવશું.
પરાગે લખી આખરી વાત આ:
ખુશીના હુલાસે ફરી આવશું.
– પરાગ રતનપરા
#ગઝલ #પુનરાગમન #અમરતા #સુગંધ #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #WeWillReturn #Immortality #Fragrance #EternalPresence #ParagRatanpara