તાળું છે
હતાં જ્યાં ઢોલ ને ઝાલર, હવે તો દ્વાર તાળું છે,
હતો બા-બાપુનો આ ઘર ઉપર જે પ્યાર, તાળું છે.
દિવાળી પર હતા દીવા, અને ધાબે હતાં ટોળાં,
બધો એ ઉત્સવી રંગે હતો પરિવાર, તાળું છે.
હતો ઓટો, હતા દાદા, હતી એની કથા મીઠી,
હવે એ લાકડી ખૂણે, ન કો’ આધાર, તાળું છે.
ગયાં સંતાન પરદેશે, કદી ફોને મળી લે છે,
હવે આ ભીંતના ફોટે સજે સંસાર, તાળું છે.
પરાગે ખોલવા ચાવી ઘુમાવી, ત્યાં હવા બોલી:
‘સુગંધી ક્યાં? અહીં એની નથી અણસાર, તાળું છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #પૈતૃકઘર #સ્થળાંતર #ખાલીઘર #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #LockedMemories #Migration #EmptyNest #ParagRatanpara