યાદ છે ને?
સળગતો ઉનાળો તને યાદ છે ને?
ઠરેલો શિયાળો તને યાદ છે ને?
અમે એક છત્રી તળે ભીંજતાં’તાં,
પગે એ ઉછાળો તને યાદ છે ને?
હતો સાવ સાદો, હતો સાવ ભોળો,
છતાં એ નિરાળો તને યાદ છે ને?
તને તાવ’તો, ને હતી રાત જાગી,
બનાવ્યો ઉકાળો તને યાદ છે ને?
પરાગે હવામાં બરફ ફૂલ જોયાં,
ધવલ એ હિમાળો તને યાદ છે ને?
– પરાગ રતનપરા
#ગઝલ #યાદ #દાંપત્ય #ઋતુઓ #સાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #Remember #Togetherness #Seasons #MarriedLove #ParagRatanpara