સમય ક્યાંથી?
ઘણું દોડ્યા, ઘણું ભેગું, અટકવાનો સમય ક્યાંથી?
હસે સંતાન ઘરમાં ને મલકવાનો સમય ક્યાંથી?
પિતા બીમાર છે ગામે, અને બા એકલી ઝૂરે,
મને ખૂંચે, ઘણું ખૂંચે, ખટકવાનો સમય ક્યાંથી?
ગયો એ મિત્ર, ફોને બે ઇમોજી મેં ધરી દીધાં,
રડે તો આંખ, પણ એને છલકવાનો સમય ક્યાંથી?
હજારો ફ્રેન્ડ છે ફોને, હજારો હાર્ટ પણ રોજે,
હૃદયને તો કદી સાથે ધબકવાનો સમય ક્યાંથી?
પરાગે ફૂલને જોયું, હસે છે એ ભરી ડાળે,
ભ્રમરને પણ હવે ત્યાં તો ભટકવાનો સમય ક્યાંથી?
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યસ્તતા #આધુનિકજીવન #સંબંધો #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #NoTimeToLive #BusyLives #DigitalAge #LostConnections #ParagRatanpara