હું જ સારથી
ભલે ઘાવ હો, હું ય તૈયાર છું,
નથી ઢાલ કે તીર, હથિયાર છું.
નથી કોઈ ઘોડો, નથી સારથી,
સ્વયં રથ, સ્વયં હું જ અસવાર છું.
ઘણી વાર હાર્યો, હતાશા નથી,
ફરી ઊઠવાનો જ પડકાર છું.
ન ટોળું, ન ઝંડો, ન નારા કશા,
સ્વયંનો જ હું એક દરબાર છું.
ભલે ફૂલ ખરશે, પરાગ જ રહે,
હવા પર લખેલો જ અણસાર છું.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મવિશ્વાસ #ખુમારી #સંઘર્ષ #સ્વાવલંબન #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfReliance #Courage #NeverGiveUp #InnerStrength #ParagRatanpara