← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુધી આવ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતો ઊડી ગયો આભે, ફરી માળા સુધી આવ્યો,
ઉઘાડું બારણું ક્યાં છે? અરે, તાળા સુધી આવ્યો.

અહીં બા ગાય’તી પરભાતિયાં, ને ત્યાં હતો દીવો,
હવે ઘરમાં બધે બાઝ્યાં, ઘણાં જાળાં સુધી આવ્યો.

નદી ગાતી હતી જ્યાં, ને અમે ન્હાતા હતા સાથે,
હવે ત્યાં રેત ઊડે છે, ઉજડ પાળા સુધી આવ્યો.

જનમ ને મોતની વચ્ચે હતી થોડીક ક્ષણ મારી,
ઉછીના શ્વાસ લઈ થોડા સમયગાળા સુધી આવ્યો.

પરાગે વાયરે ઊડી, ભમી દુનિયા બધીયે, પણ
વતનનાં એ જ ઝાડે, એ જ ત્યાં ડાળાં સુધી આવ્યો.

– પરાગ રતનપરા

#ગઝલ #વતન #ઘરવાપસી #બાળપણ #ખાલીઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #Homecoming #AncestralHome #Nostalgia #RootsCallBack #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોડું ન લગાવોઆગલો લેખ →માટીનો માણસ