← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થાવું પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્યામ મેળવવા, સખી, તો બાવરી થાવું પડે,
વાંસળીના સૂર સુણવા વાંસળી થાવું પડે.

છોડવા પડશે મહેલો, રાજ, રાણા, સાયબી,
તાનપૂરો હાથ લઈને જોગણી થાવું પડે.

શરદની રાતે રમે છે રાસ યમુનાને તટે,
રાસમાં ભળવા તને પણ ચાંદની થાવું પડે.

કૃષ્ણ દોડ્યા’તા સુદામાની ખબર જ્યાં સાંભળી,
તાંદુલોની પોટલી લઈ, સાદગી થાવું પડે.

કૃષ્ણની વનમાળમાં ખીલી પરાગ મહેકવા,
ડાળથી ખરવું પડે ને માલતી થાવું પડે.

– પરાગ રતનપરા

#ગઝલ #કૃષ્ણ #રાધા #મીરાં #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Krishna #RadhaKrishna #Devotion #Surrender #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછેલ્લી બસઆગલો લેખ →સંકેત