આ ટેગ સાથે 526 લેખ · પાનું ૧૦ / ૧૧
શ્વાસ લઉં તો ખાંસી આવે, ખાંસું તો શ્વાસ જાય, આ શહેરની હવામાં, ભઈલા, ધુમાડા પીરસાય.
કાર ઍસીમાં ફરે ને ત્યાગની વાતો કરે, ઝૂંપડાં બાળી પછી એ આગની વાતો કરે.
ફાઈલ ચાલી ટેબલ ટેબલ, જાત્રા કરવા નીકળી, અરજદારની દાઢી વધી, ફાઈલ હજી ના ઉકલી.
ભરબપોરે ઑફિસે ખુરશી ઉપર સૌ ઊંઘતા, ફાઈલો પર ધૂળ જામી, મચ્છરો સૌ ઘૂમતા;
સ્ક્રીન પર સૌ સાથ બેઠા, વાતમાં ભીનું નથી, ચાંદની ઝળહળ છતાં આ રાતમાં ભીનું નથી.
રોજ મેસેજો કરે, પણ યારને ફુરસદ નથી, દિલ લગાવી ઓનલાઇન, પ્યારને ફુરસદ નથી.
ઊંઘ પૂરી થાય ને ચા હો સવારે, તો મજા, માસના અંતે ય થોડું હો પગારે, તો મજા.
ગલી ગામ બાળે, દશાનન હસે, મશાલો ઉજાળે, દશાનન હસે.
હરિ, તમારી વેબસાઇટ પર અરજી મેં તો ભરી, સર્વર ડાઉન, ઓટીપી ગુમ, ને પ્રાર્થના રહી અધૂરી, હરિ!
એ આદર્શ નાગરિક હતો. દર પાંચ વર્ષે મત આપતો,
આંખ ખુલ્લી, છત ભણી બસ એમ તાકી, નીંદ ક્યાં? બૅંકના હપતા હજી છે ચાર બાકી, નીંદ ક્યાં?
પ્રેમમાં જો દિલ જ તૂટે, તો ગઝલ સારી બને, હાથથી જો હાથ છૂટે, તો ગઝલ સારી બને.
રાતે પાકીટમાંથી
ડુંગળી રાણી, ડુંગળી રાણી, કેટલું રે રડાવે? કાપું ત્યારે આંસુ લાવે, ભાવ સુણું તો ય લાવે!
આંખે પટા, તાળાં મુખે, મૂંગી સભા આજે ય છે, લાક્ષાગૃહે બળતી રહે, છાની વ્યથા આજે ય છે.
ખાટે પડી, બારી ખુલી, સૌ જોઈએ આરામથી, દુનિયા ભલે દોડ્યા કરે, શું ખોઈએ આરામથી?
ભવ્ય મંચે જે થયાં, એ દાન પણ નકલી હતાં, હાર-તોરા, શાલ ને સન્માન પણ નકલી હતાં.
હોત ના જો શબ્દઘેલો, તો મજાની હાટ હોત, નોટ ગણતો હોત, ને આરામ કાજે ખાટ હોત;
મંદિરે જો, આરતીમાં ભક્તિનાં મ્હોરાં બધાં, યુદ્ધ વેચે, ને પહેરે શાંતિનાં મ્હોરાં બધાં.
ચાર રસ્તે રાતભર બસ ઢોલ ગાજે, મોરિયા, કાનના પડદા ફટે ને ભક્તિ લાજે, મોરિયા.
બીમાર છું તો ‘કેમ છો? લીધી દવા?’ પૂછે બધા, ‘બારી ઉઘાડું? આવશે તાજી હવા?’ પૂછે બધા.
રોટલી થાળે ઠરી, ને દાળ પણ ઠંડી પડી, ચાર જણ ટેબલ ઉપર, ને ચારની આંખો જડી;
હતી પત્ની પિયર, ને મેં સમય ખોયો રસોડામાં, બળી ગઈ રોટલી, ને હું ઘણું રોયો રસોડામાં.
ચકો ચાલ્યો શહેર જોવા, ચકી બોલી: ‘ના ના! ત્યાં તો ટાવર ઊંચા ઊંચા, નથી ઝાડ કે દાણા.’
તને મારાં નસકોરાં નડે, ને મને તારો ફોન, તોય સાથે ઘરડાં થઈએ, ઘરમાં બીજું કોણ?
દશેરાએ ઘણા ઊંચા, દશાનન ચોકમાં બાળ્યા, જલેબી ફાફડા ખાધા, રિવાજો સૌ ખરા પાળ્યા;
અંગ્રેજ તો ચાલ્યા ગયા, પણ રાજ છે, સાચું કહું? ટોપી ધવલ, ખાદી ધવલ, પણ તાજ છે, સાચું કહું?
અમે હપ્તે ઘર લીધું,
બાળપણ આખું અમારું છે લખાયું માર્ક્સમાં, ગીત જે ગાવું હતું, એ પણ ગવાયું માર્ક્સમાં.
મોતને પણ લોક ફૂલોથી સજાવે વૉલ પર, લાશ ઠંડી, પણ ગરમ ચર્ચા જગાવે વૉલ પર.
મંચ પર સત્તર કવિ.
ઝૂલતો ઝૂલો નથી, બાળક ફસાયા ફોન પર, વારતા દાદી કહે, સૌ તો ભુલાયા ફોન પર.
નેતાએ રસ્તો બનાવ્યો — પાંચ વર્ષે એક વાર,
બર્ગરોની ભીડમાં ક્યાં શોધ તાજાં ઢોકળાં? બા કને ખાતાં હતાં જે, યાદ ખાટાં ઢોકળાં.
છપ્પન ભોગ ધરાવ્યા રે ભાઈ, છપ્પન ભોગ ધરાવ્યા, બહાર બેઠો ભિખારી, એને ઉંબરથી જ વળાવ્યા!
રૂબરૂ મીઠા, ઝરે છે ઝેર-ડોળા સ્ક્રીનમાં, એકલા ડરપોક સૌ, પણ થાય ટોળાં સ્ક્રીનમાં.
ખોટું લાગ્યું, ખોટું લાગ્યું, ભાઈને ખોટું લાગ્યું, નાની સરખી વાતમાં એમનું આખું ગામ જાગ્યું!
આ વિહંગોની સભામાં કાગડો ઈશ્વર થયો, કાગવાણી રાષ્ટ્રભાષા, એ હુકમ સત્વર થયો;
ભલે આપ આવો, સવારે પધારો, જમી લો, પછી ઘર ઉતારે પધારો.
‘જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય…’ માસ્તર
નવા શેઠને ઓળખ્યા રે? કાલે તો ભાઈ ફેરિયા હતા, આજે ગાડી, બંગલો ને ગળે સોનાના સેરિયા હતા!
કપાયું વૃક્ષ આખું ને પછી તો બસ મળી ખુરશી, હતા માળા, હતા ટહુકા, બધું એ તો ગળી ખુરશી.
એ જ સાથી, એ જ દુશ્મન, કામનો આ ફોન છે, રાતભર જાગી અમે, આરામનો આ ફોન છે!
નવલી રાતે નવલા ચણિયા, નવલો ડીજેનો શોર, માડી પૂછે ગરબે આવી: ‘મારો દીવો કઈ કોર?’
મારી ફાઇલ ફરતી જાય રે, ટેબલ ટેબલ ફરતી જાય, સાહેબ કહે છે ‘કાલે આવો’, ને કાલ કદીયે ના થાય.
કાલ ઊઠીને બજારે વેચશે ભગવાનને, પાવતીના ભાવથી સૌ તોલશે ભગવાનને.
લગ્નમાં લાખો ઉડાવ્યા, રાતભર ડીજે ધમાલ, ફ્લેશ, ફોટો, ડ્રોન ઊડે, ગોરની ક્યાં છે મજાલ?
લગ્ન પછી એમણે કહ્યું: ‘તને પૂરેપૂરી છૂટ છે.’
સૌ ઘડે છે માપસરના સાવ નાના ઈશ્વરો, બ્હાર ઝઘડે સૌ, હૃદયમાં મૌન છાના ઈશ્વરો.
રચે છે સદા એ મહેલો હવામાં, નદી પર જુઓ, પુલ ચણેલો હવામાં.