← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફાઈલ ચાલી જાત્રાએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાઈલ ચાલી ટેબલ ટેબલ, જાત્રા કરવા નીકળી,
અરજદારની દાઢી વધી, ફાઈલ હજી ના ઉકલી.

પહેલે ટેબલ ‘સહી ખૂટે છે’, બીજે ‘ફોટો ઝાંખો’,
ત્રીજે બાબુ ચા પીવા ગ્યા, કહે: ‘કાલે આવો, રાખો’;
ચોથે ટેબલ ચા-પાણીનો ભાવ થયો છે ઊંચો…
ફાઈલ ચાલી ટેબલ ટેબલ…

લાંચ નહીં, આ ‘સેવા-શુલ્ક’ છે, ભાઈ, ઑફિસની રીત,
ગાંધીજીની છબી નીચે જ ગાંધી-નોટની પ્રીત;
ફાઈલને પણ પાંખ ફૂટે, જ્યાં નોટ ધરો ત્યાં ઊડી…
ફાઈલ ચાલી ટેબલ ટેબલ…

પરાગ કહે: આ ફાઈલ નથી, ભવસાગરની હોડી,
સાત જનમના ફેરા ફરે, તોય ન પહોંચે થોડી;
અરજદાર તો સ્વર્ગે પહોંચ્યો, ત્યાં ફાઈલ ‘મંજૂર’ થઈ ખૂલી!
ફાઈલ ચાલી ટેબલ ટેબલ…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખવાતો કરેઆગલો લેખ →ઇચ્છાનું પતંગિયું