વાતો કરે
કાર ઍસીમાં ફરે ને ત્યાગની વાતો કરે,
ઝૂંપડાં બાળી પછી એ આગની વાતો કરે.
જંગલો કાપી, ઇમારતની પરમિશન લઈ પછી,
પાંચમી જૂને પછી એ બાગની વાતો કરે.
રાતભર ઘાંટા પડે છે મંચ પર બેતાલ થઈ,
ને સવારે ચેનલે એ રાગની વાતો કરે.
દાનની પેટી ભરી, પરદેશ ખાતાં ખોલિયાં,
ઝૂંટવી રોટી બધાની, ભાગની વાતો કરે.
આ પરાગે શ્વેત વસ્ત્રો ઓઢનારા સૌ અહીં
ભીતરે કાળાશ છે, ને દાગની વાતો કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #દંભ #રાજકારણ #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Hypocrisy #PoliticalSatire #FakeGreen #ParagRatanpara