← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તો મજા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊંઘ પૂરી થાય ને ચા હો સવારે, તો મજા,
માસના અંતે ય થોડું હો પગારે, તો મજા.

વાયદાના ઢોલ ગાજ્યા, પાંચ વર્ષો વીતિયાં,
ભાષણો ટૂંકાં કરી નેતા વિચારે, તો મજા.

સાસુમાએ તીર્થ જાવાની કરી છે વાત તો,
માસ બે રોકાઈ જાયે એ કિનારે, તો મજા.

પ્રેમપત્રો રોજ લખતો, પણ નથી એ વાંચતી,
જો કદી સમજે નજરના એ ઇશારે, તો મજા.

આ ‘પરાગે’ સેંકડો ગઝલો લખી, વાંચે ન કોઈ,
એક પણ ખપતી થશે જો આ બજારે, તો મજા.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #મધ્યમવર્ગ #પગાર #સાસુવહુ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #MiddleClassDreams #SalaryDay #LightSatire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસપનાં-પતાસાંઆગલો લેખ →તમે ગયા ને