ઈશ્વરો
સૌ ઘડે છે માપસરના સાવ નાના ઈશ્વરો,
બ્હાર ઝઘડે સૌ, હૃદયમાં મૌન છાના ઈશ્વરો.
યુદ્ધ માટે જોઈએ છે કારણો તો, એટલે
રક્ત રેડ્યું, ઘર જલાવ્યાં, માત્ર બ્હાના ઈશ્વરો.
સો કરોડો દેવ ગણતાં પંડિતો થાકી ગયા,
રાધિકાએ એક જાણ્યો, એક કાના, ઈશ્વરો!
ચોર લઈ ગ્યા મૂર્તિ, પાછી થાણદારે મેળવી,
કેસ ચાલે છે, સડે છે માલખાના ઈશ્વરો!
આ ‘પરાગે’ ઠીબ મૂકી ચોકમાં ચણ ને જળે,
ભૂખના દરબારમાં તો ચાર દાના ઈશ્વરો.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ધર્મ #કોમવાદ #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ManMadeGods #Communalism #Humanity #ParagRatanpara