← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ ફોન છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ જ સાથી, એ જ દુશ્મન, કામનો આ ફોન છે,
રાતભર જાગી અમે, આરામનો આ ફોન છે!

બા કહે ‘ચાલો જમો’, ને સૌ નમેલા સ્ક્રીન પર,
હું થયો ના ઘર તણો કે ગામનો, આ ફોન છે.

પાંચસો છે દોસ્ત, તોયે એક ખભ્ભો ક્યાં હતો?
ઢગ ઇમોજીનો, સગો બસ નામનો આ ફોન છે.

‘લોટરી લાગી’ લખેલું, લિંક દાબી, ને પછી
બૅંક ખાલી, ઘર ઉઘાડું, દામનો આ ફોન છે!

ને પરાગે બંધ કીધો, તો સુણી મેં ઝાલરો,
હાથમાં માળા ફરી, તો શ્યામનો આ ફોન છે!

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મોબાઇલ #સ્ક્રીનનુંવ્યસન #સોશિયલમીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SmartphoneAddiction #SocialMedia #DigitalDetox #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઓચિંતું ઝાપટુંઆગલો લેખ →મેં તો ભાળ્યો ભગત