← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બપોરે ઑફિસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરબપોરે ઑફિસે ખુરશી ઉપર સૌ ઊંઘતા,
ફાઈલો પર ધૂળ જામી, મચ્છરો સૌ ઘૂમતા;
‘આવજો કાલે,’ કહે છે, બાર વાગ્યાથી બધા,
ને પછી ચા-પાન કરવા બાબુજી સૌ ઝૂમતા!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખત્રણ ગુનાઆગલો લેખ →ધીમે બોલ