ફુરસદ નથી
રોજ મેસેજો કરે, પણ યારને ફુરસદ નથી,
દિલ લગાવી ઓનલાઇન, પ્યારને ફુરસદ નથી.
પૂરમાં ડૂબી ગયાં છે ગામ, ઘર ને ખેતરો,
વોટ લઈને જે ગયા, સરકારને ફુરસદ નથી.
સાધુ બોલ્યા: ‘મોહ છોડો, ધ્યાન ધરજો રોજ’ પણ
બેન્કના હપતા ભરે, સંસારને ફુરસદ નથી.
ઢીંગલી લઈ દીકરી બોલાવતી રમવા ઘરે,
‘કાલ, બેટા!’ — બાપના વેપારને ફુરસદ નથી.
મ્હેક લઈને આ ‘પરાગે’ બાગમાં ઊભો હતો,
ફૂલ ના આવ્યાં, કહે: ગુલઝારને ફુરસદ નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યસ્તતા #સમયનથી #વ્યંગ #સંબંધો #પરાગરતનપરા
#GujaratiGhazal #NoTime #BusyLives #Satire #Relationships #ParagRatanpara