ફરી પ્રેમ
એક દિવસ આવશે
જ્યારે તું
અરીસા સામે ઊભો રહીશ
ને પહેલી વાર
તારી જાતને ‘આવો’ કહીશ.
જે ખુરશી પર
વર્ષો સુધી બીજાને બેસાડ્યા,
એના પર બેસીને
તું તારી જ સાથે ચા પીશે.
જૂના પત્રો કાઢજે,
ફોટા, ડાયરીનાં પાનાં, ચીઠ્ઠીઓ —
જેને માટે તું રડ્યો
એને નહીં,
જે રડ્યો એને ઓળખજે.
એ અજાણ્યો માણસ
આખી જિંદગી
તારી રાહ જોઈને
તારા જ ઘરમાં બેઠો હતો.
હવે બારણું ખોલ.
પ્રેમ કરવાનો છે —
તારી જાત સાથે,
ફરી પહેલેથી.
– પરાગ રતનપરા