કુલ ૨૦૨૨ લેખ · પાનું ૨૧ / ૪૧
દીવડો ઝાંખો, અને ઘર સાવ ઝાંખું, મા વગર, રાત જેવું લાગતું આ ગામ આખું, મા વગર.
આંખને અંધારની આ રાતમાં ફાવી ગયું, હોઠને પણ ચૂપકીની વાતમાં ફાવી ગયું.
અમારા ફ્લેટની બારી ઉપર આવી ફરે ચકલી, ન ઝાડી, ના જ માળો, ના અહીં ક્યાંયે ઠરે ચકલી.
દીકરી ગઈ, ને પછી માએ ન વાળી ઓસરી, કંકુનાં પગલે ઝગે છે આ દિવાળી ઓસરી.
બ્હાર દરિયો શાંત, તૂટેલો કિનારો ભીતરે, હોઠ પર મલકાટ, ને રડતો બિચારો ભીતરે.
રોજ ઊભો હું કતારે, ભીડનો બસ ભાગ છું, ના મુગટ છું, ના ધજા, બસ વોટનો હું દાગ છું.
તું મળે ને મન ઘડીમાં સાવ ગાણું થાય છે, તું જશે ત્યાં આ હૃદય પાછું ઉખાણું થાય છે.
થયાં ઘર બધાં બંધ, જાગી કલમ, ઘણી રાત વીતી, ન થાકી કલમ.
વાદળીમાં ચાંદ છુપ્યો, આંખ મીંચે રાત છે, આપણી વચ્ચે હવે શબ્દો વિનાની વાત છે.
એક પડછાયો હતો, મેં એ જ ખોયો રેતમાં, ને પછી આ સાંજ ટાણે ખૂબ રોયો રેતમાં.
પિતા ચાલ્યા ગયા, તોયે હજી આ દ્વાર ખખડે છે, હજી ખૂણે પડેલા રેડિયાનો તાર ખખડે છે.
હાથમાં હરદમ રહે, એ જિંદગીનો ફોન છે, ઘર, ગ્રહો ને જાત પર બસ બેંકની આ લોન છે.
કાલની ચિંતા ન કર, ભરપૂર શ્વાસો આ ક્ષણે, આ જ મંઝિલ, આ જ રસ્તો, આ પ્રવાસો આ ક્ષણે.
જરા દ્વૈતે જુઓ તો બે, ખરે એક મન તું ને હું, ભલે બે પાંખ દેખાતી, ઉડે છે મગન તું ને હું.
વાત વર્ષોથી હતી જે, એ જ આવી હોઠ પર, ને પછી મેં એ ય દાંતે ઝટ દબાવી હોઠ પર.
ભરી રાખ મુઠ્ઠી, ઉતારી નદીમાં, અને સાંજ આખી પુકારી નદીમાં.
હવે થાળમાં માત્ર ભાજી રહી, ન મીઠાઈ, ના જીભ રાજી રહી.
અટકતી એક પળ, ધડકે હૃદય ને નજર: હા કે ના? નમેલાં નેણ, ને થરથર થતા બે અધર: હા કે ના?
તને જોઈ જ્યાં, ત્યાં જ ઝૂકી ઘડી, ઉતારી, પછી બાજુ મૂકી ઘડી.
હાથ જોતાં, ગ્રહ ગણંતાં, ફી ય માગે જ્યોતિષી, ભાવિ ભાખી, ગામ લૂંટી, રાત ભાગે જ્યોતિષી.
ઘાવ સઘળા રૂઝ પામ્યા એક માના સ્પર્શથી, ભીતરે ગુંજ્યાં પછી તો સૌ તરાના સ્પર્શથી.
તમે ક્યાં, કહો, જઈ સમાયા, ખુદા? અમે તો સ્વયંથી પરાયા, ખુદા.
કદી ડુંગર ઉપર દોડ્યા, ઘસાયા ચરણ ઘડપણમાં, હવે ગમતી નથી દુનિયા, ગમે છે સ્મરણ ઘડપણમાં.
ન પથ્થરને, ન મૂરતને, હૃદયને અસલ માનું છું, દુખીનાં આંસુ જે લૂછે, હથેળી ગઝલ માનું છું.
નદી જેમ સૂકો, પુરાણો સમય, કિનારે જ ઊભો, તણાણો સમય.
સડક ખોવાઈ ખાડામાં, છતાં ખાડો બરાબર છે, વચોવચ રોડ પર બેઠો, હજી પાડો બરાબર છે.
આંસુ જેવું કૈંક તેં પણ પાંપણે જોયું હશે, આખરી વેળા વળીને આંગણે જોયું હશે.
વાદળી તારી નજરમાં, ઓટલો ભીંજાય છે, આંખ તારી, ને અહીં મુજ રોટલો ભીંજાય છે.
એકલો હું, સાથમાં બસ આજ પડછાયો હતો, ઘર, સ્વજન સૌ દૂર, મારી લાજ પડછાયો હતો.
છલછલે છે કેફ, ને છે સાત પ્યાલા આંખમાં, ને ભભૂકે છે હજી કો’ મૌન જ્વાલા આંખમાં.
મયકદો એ, એ જ સાકી, કિન્તુ પ્યાલો ક્યાં હવે? દીપ એ ને એ જ ઘર, પણ એ ઉજાલો ક્યાં હવે?
રાજમાર્ગો સૌ પહોળા, થઈ ગયાં મન સાંકડાં, ફ્લેટ ઊંચા થઈ ગયા, પણ સાવ જીવન સાંકડાં.
શ્વાસ રૂંધે, આંખ બાળે, તે ધુમાડો આદમી, વાતવાતે બાખડે, ઘર-ઘર જ ઝઘડો આદમી.
મળી જીતમાં પણ મને હાર, તો શું? ખભે જિંદગીનો ઘણો ભાર, તો શું?
ગ્રંથમાં ના, કોઈ કોરા કાગળે તું શોધજે, ના શિખર પર, ઘાસ પરના ઝાકળે તું શોધજે.
હવેલીનાં ઝરૂખામાં હજી શણગાર ઝૂરે છે, ગયો સંગીતનો એ યુગ, ઉજડ દરબાર ઝૂરે છે.
બધે જ્ઞાનનાં ઢોલ છે ચોકમાં, અને મૌનનાં મોલ છે ચોકમાં.
ઓરડે દીવો કરું તો, સૌ પ્રથમ મુજ બાળ તું, ભીતરે અંધાર ઘેરો છે, જરા સંભાળ તું.
ગયું બુંદ નાનું સમંદર થવાને, ફકીરી ધરી કો’ કલંદર થવાને.
યાદની કેડી ઉપર હું ઠોકરે પાછો વળું, ઘર સુધી આવું, છતાં હું ઊંબરે પાછો વળું.
ઓરડામાં ગુંજતું આ ભીંતનું ખાલીપણું, હોઠ પર થીજી ગયેલા ગીતનું ખાલીપણું.
જિંદગીનું સુખ બધું બસ યારના ખાતે ગયું, દુઃખ જે આવ્યું, બધું મુજ ભારના ખાતે ગયું.
બુઝાયા કેમ દીવા સૌ? હવે અંધાર પૂછે છે, હવા ક્યાં નીકળી ગઈ એ? ઉઘાડું દ્વાર પૂછે છે.
શ્વાસ ચાલે છે, હવા છે, રાજવી છું આજ તો, સૂર્ય સામે આંગણે, ને ભૈરવી છું આજ તો.
ભરી આંખ કાજળ, કટારી નજરથી, ચડી કેફની આ ખુમારી નજરથી.
આંસુ આવે આંખમાં, પણ એ તમાશો ના કરે, દર્દ ઊંડું હોય, તો એનો ખુલાસો ના કરે.
તારલો થઈ ઝગે, તો ય ખરવું પડે, દીપ થઈ તું જલે, તો ય ઠરવું પડે.
કાલ ઢોલે જે ગજાવી, વાતની ચર્ચા નથી, રોશનીથી જે ઝગી’તી, રાતની ચર્ચા નથી.
આંગણે ભીંજાય તારી ઓઢણી વરસાદમાં, ને ઝબૂકે આભમાં આ દામિની વરસાદમાં.
ઢળી એક આખી કહાની ઘડીમાં, રહી ના, વહી ગઈ જવાની ઘડીમાં.