← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નદીમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરી રાખ મુઠ્ઠી, ઉતારી નદીમાં,
અને સાંજ આખી પુકારી નદીમાં.

નમી જ્યાં કિનારે જરા રોઈ લેવા,
છબી એમની ત્યાં પધારી નદીમાં.

ઘડી કે સદી, સૌ વહે છે સમયમાં,
સમજ એટલી બસ વધારી નદીમાં.

તરાવ્યા ઘણા દીવડા સાંજ ટાણે,
ઉદાસી તમસની વિદારી નદીમાં.

પરાગે સુમનનો ભરી એક ખોબો,
ગઝલને જરા મેં નિખારી નદીમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #પિતા #અસ્થિવિસર્જન #નદી #શોક #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #River #Grief #Farewell #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાચો ધર્મઆગલો લેખ →રાખ