સ્પર્શ
ઘાવ સઘળા રૂઝ પામ્યા એક માના સ્પર્શથી,
ભીતરે ગુંજ્યાં પછી તો સૌ તરાના સ્પર્શથી.
એક દી’ અડકી ગયો જ્યાં હાથ તારો સ્હેજ, ત્યાં
રોજ મળવાના પછી ખુલ્યા ખજાના સ્પર્શથી.
હાથ દાદીનો, કરચલીથી ભરેલો, ત્યાં ફરે,
સો વરસના ઊઘડે છે સૌ જમાના સ્પર્શથી.
બાળકે ઝાલી જરા જ્યાં આંગળી, ત્યારે થયું,
એ જ પળથી થઈ ગયો હું સાવ ‘નાના’ સ્પર્શથી.
ફૂલ, ભમરો ને પરાગે એ જ શીખ્યું છે ખરું,
ગ્રંથ વાંચીને નહીં, સૌ થાય દાના સ્પર્શથી.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્પર્શ #મા #પ્રેમ #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Touch #Mother #Love #Bonds #ParagRatanpara