← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શોધજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગ્રંથમાં ના, કોઈ કોરા કાગળે તું શોધજે,
ના શિખર પર, ઘાસ પરના ઝાકળે તું શોધજે.

હું ગયો છું ક્યાંય ના, બસ થઈ ગયો છું પાતળો,
સાંજના પીળા પડેલા વાદળે તું શોધજે.

ઓસરીમાં બા હજી પણ રોજ દીવો મેલતી,
એ જ દીવાની શગે, એ આંગળે તું શોધજે.

મંચ પરના શોરમાં તો હું જરા પણ ના મળું,
ગામના પાદર ખડા એ પીંપળે તું શોધજે.

આ પરાગે તો હવામાં ઓગળીને જીવવું,
ફૂલ પર ફરતા પવનની આંગળે તું શોધજે.

– પરાગ રતનપરા

#ગઝલ #ઓળખ #સાદગી #માનીયાદ #અસ્તિત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #SeekMe #Simplicity #MothersLamp #Existence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછૂટા શેર ૫૦૪૨–૫૦૬૫આગલો લેખ →એક પંક્તિ