← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક પડછાયો હતો, મેં એ જ ખોયો રેતમાં,
ને પછી આ સાંજ ટાણે ખૂબ રોયો રેતમાં.

તરસ લઈ દોડ્યો હરણની જેમ જળની શોધમાં,
ઝાંઝવાંનો એક દરિયો દૂર જોયો રેતમાં.

ક્યાં નદી, ક્યાં કૂપ, ક્યાંયે ના હતો કો વીરડો,
એટલે મેં ઘાવ મારો આમ ધોયો રેતમાં.

રાત પડતાં તારલા વેરાઈ ગ્યા’તા ટેકરે,
ને પછી મેં તારલાનો હાર પ્રોયો રેતમાં.

ફૂલ ના, ભમરો ન, ના ઉપવન, છતાં પણ આ પરાગ
થોરના ફૂલે જરા ક્યારેક મોહ્યો રેતમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #રણ #તરસ #મૃગજળ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Desert #Thirst #Mirage #Solitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્રપોઝલઆગલો લેખ →ખખડે છે