← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રપોઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એણે ગુલાબ ખરીદ્યું,
ચૉકલેટ ખરીદી,
અરીસા સામે
સો વાર બોલવાની તાલીમ લીધી:
‘તું મને ગમે છે.’

કૉલેજના દરવાજે
એ સામે આવી,
ને એના મોંમાંથી નીકળ્યું:
‘આજે... ગણિતનો પિરિયડ છે?’

એ હસી પડી,
‘હા, અને તારા હાથમાં ગુલાબ પણ છે.’

ગણિતનો દાખલો
આજ સુધી ઉકલ્યો નથી,
પણ એ દિવસે
જીવનનો દાખલો ઉકલી ગયો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશબ્દો વિનાની વાતઆગલો લેખ →રેતમાં