← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ના કરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુ આવે આંખમાં, પણ એ તમાશો ના કરે,
દર્દ ઊંડું હોય, તો એનો ખુલાસો ના કરે.

ફૂલ તો બસ ખીલવાનું જાણતું, મ્હેકી જતું,
ને ભ્રમરને તેડવા એ તો પ્રયાસો ના કરે.

સંત સાચો હોય, ગંગા ઘર સુધી આવી રહે,
એ પછી તીરથ તણા લાંબા પ્રવાસો ના કરે.

મોલ સૂકો, આભ કોરું, તોય ખેડૂ ધૈર્યથી
ફેર વાવે બીજ, ને ક્યાંયે નિસાસો ના કરે.

આ પરાગે શબ્દને ઝાકળ સમો રાખ્યો સદા,
સૂર્યની સામે કદી ખોટા ઉજાસો ના કરે.

– પરાગ રતનપરા

#ગઝલ #ગરિમા #મૌન #ધૈર્ય #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #Dignity #QuietStrength #Patience #Simplicity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબધું તારુંઆગલો લેખ →વરવું પડે