તો શું?
મળી જીતમાં પણ મને હાર, તો શું?
ખભે જિંદગીનો ઘણો ભાર, તો શું?
હતી રાત કાળી, ન દીવો, ન રસ્તો,
હતો ચોતરફ ઘોર અંધાર, તો શું?
છરી પીઠ પાછળ મળી’તી ઘણી, પણ
હવે સામટો થાય છે વાર, તો શું?
કલમ પર ઉગામી ઘણાએ કટારી,
અમારી કલમને ય છે ધાર, તો શું?
પરાગે બધે મ્હેક વેરી સદાયે,
મળે શૂળ કેરો ભલે માર, તો શું?
– પરાગ રતનપરા
#ગઝલ #હિંમત #સંઘર્ષ #આશા #ખુમારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Courage #Struggle #Hope #Resilience #ParagRatanpara