ખાલીપણું
ઓરડામાં ગુંજતું આ ભીંતનું ખાલીપણું,
હોઠ પર થીજી ગયેલા ગીતનું ખાલીપણું.
તું ગયેલી, પણ રહી તારી બધી ચીજો અહીં,
તોય ના ભરતી હજી એ પ્રીતનું ખાલીપણું.
જંગ જીત્યો, ઢોલ વાગ્યા, હાર સૌ ઝૂલ્યા ગળે,
રાતના ઘરમાં હતું બસ જીતનું ખાલીપણું.
રોજ પૂજા, રોજ દીવો, રોજ ઝાલર વાગતી,
ને ખુદા જોતો રહે આ રીતનું ખાલીપણું.
આ પરાગે તો ગઝલમાં સાચવી રાખ્યું સદા,
ભીડ વચ્ચે ખોઈ દીધા મીતનું ખાલીપણું.
– પરાગ રતનપરા
#ગઝલ #ખાલીપો #એકલતા #શૂન્યતા #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Emptiness #Loneliness #Void #LostFriend #ParagRatanpara