ચર્ચા નથી
કાલ ઢોલે જે ગજાવી, વાતની ચર્ચા નથી,
રોશનીથી જે ઝગી’તી, રાતની ચર્ચા નથી.
જિંદગી આખી ગઝલને જે ધરી દીધી, ‘મરીઝ’,
શેર સૌ ગાતા રહે, હાલાતની ચર્ચા નથી.
મંચ પરથી હાર, શાલો, ને ઇનામો પણ ગયાં,
ઘર જતાં ભૂલી ગયા, સોગાતની ચર્ચા નથી.
રક્ત માગો હૉસ્પિટલમાં, લાલ સૌનું એક છે,
જીવ પર આવી પડે, તો નાતની ચર્ચા નથી.
આ પરાગે ગીત ગાયાં, કોઈ પણ ગાશે ભલે,
ગીત જીવે, ગાયકોની જાતની ચર્ચા નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #મરીઝ #ક્ષણભંગુર #કીર્તિ #કવિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #TributeToMareez #FleetingFame #Poetry #Legacy #ParagRatanpara