← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંખમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છલછલે છે કેફ, ને છે સાત પ્યાલા આંખમાં,
ને ભભૂકે છે હજી કો’ મૌન જ્વાલા આંખમાં.

તું ન બોલે, તોય તારી પાંપણો બોલ્યા કરે,
ગીત, ગઝલો, રાગ, સઘળું છે નિરાલા આંખમાં.

રાત અંધારી, અમાસી, ને છતાં ઝગમગ થતું,
કોણ જાણે કોણ લાવ્યું આ ઉજાલા આંખમાં?

એક નજરે તાકતાં વીંધાઈ ગ્યું આ કાળજું,
છે અણી કેવી! છુપાયા કેમ ભાલા આંખમાં?

આ પરાગે શ્વાસ, સપનાં, ગીત ને ગઝલો બધાં,
આજ સોંપ્યા, લે, બધાના સૌ હવાલા આંખમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #આંખો #પ્રેમ #કેફ #સૌંદર્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Eyes #Love #Intoxication #Beauty #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમેળામાંઆગલો લેખ →આંસુ