ખાતે ગયું
જિંદગીનું સુખ બધું બસ યારના ખાતે ગયું,
દુઃખ જે આવ્યું, બધું મુજ ભારના ખાતે ગયું.
જેટલાં ફૂલો ગળામાં માનથી નાખ્યાં હતાં,
છેવટે સૌ એ જ મારી હારના ખાતે ગયું.
રાતભર બા જાગતી ને બાપ તડકે દાઝતો,
એ બધુંયે મૌન મારા પ્યારના ખાતે ગયું.
જે કમાયો, વ્યાજ ને વેરા ભરીને જે બચે,
એ ય છેલ્લે ગામના વ્યવહારના ખાતે ગયું.
આ પરાગે એક-બે શેરો રચેલા પ્રેમથી,
એ જ મૂડી, શેષ સૌ સંસારના ખાતે ગયું.
– પરાગ રતનપરા
#ગઝલ #જિંદગીનોહિસાબ #ખાતાવહી #વ્યંગ #સંસાર #પરાગરતનપરા
#GujaratiGhazal #LedgerOfLife #Accounts #Satire #WorldlyLife #ParagRatanpara