નજરથી
ભરી આંખ કાજળ, કટારી નજરથી,
ચડી કેફની આ ખુમારી નજરથી.
હજી હોઠ ચૂપ્પી, ન બોલી કશું તું,
છતાં જીત લીધો શિકારી નજરથી.
નમે ગામ આખું, બજારો ય ઝૂકે,
ચડે છે તમારી સવારી નજરથી.
હતી ઊંઘ મારી, હતાં સ્વપ્ન મારાં,
હવે જીવતો હું ઉધારી નજરથી.
પરાગે ગઝલમાં લખી એ જ લીલા,
ઢળી જે હતી એ અટારી નજરથી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #નજર #કાજળ #શૃંગાર #પરાગરતનપરા
#GujaratiGhazal #RomanticGhazal #KohlEyes #Glance #Love #ParagRatanpara