આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૩૪ / ૪૧
કરમ કર, ને પછી ફળની બધી યે આશ છોડી દે, જગતના મોહ-માયાના સકળ આ પાશ છોડી દે.
રોજ જોઉં આયનો, પણ દર્પણે હું કોણ છું? આંખ ખોલું, આંખ મીંચું, પાંપણે હું કોણ છું?
સૌ ગયા, ઘર પણ ગયું, બસ એક નામ રહી ગયું, એ ગલી, એ ઓટલો, ને એ જ ગામ રહી ગયું.
હેત બાનું એટલું કે ખોરડું ઓછું પડે, રાત ઢળતાં વાત એવી, ઓરડું ઓછું પડે.
કોઈ આવે ના બચાવા, દીવડો બનવું પડે, તાપને માથે ધરીને છાંયડો બનવું પડે.
સૂર્ય ઊગે, ને કમળની પાંખડી જો ઊઘડે, તો ઉદાસીમાં ઢળેલી ઓરડી જો ઊઘડે.
મંદિરોમાં શોધતો'તો, શ્વાસમાં પણ રામ છે, ઝૂલતા એ ખેતરોના ઘાસમાં પણ રામ છે.
સાંજ ઢળતાં પાદરે વડ હેઠ ચોરો સાંભરે, ને પતંગોની ઉડાને કાચ-દોરો સાંભરે.
નમે છે લતાઓ તમારા જ માટે, વહે છે હવાઓ તમારા જ માટે.
શબ્દો બધા તીખા થયા, કોની સરાણે છે, જુઓ! તીરો બધાં તાકેલ છે, ને તું નિશાણે છે, જુઓ.
ધરા ખેડી, પસીનો દઈ, પછી દાણું હથેળીમાં, હિસાબે શેઠના ખાતે, હવે કાણું હથેળીમાં.
હતું બચપણ, હતા ટહુકા, હતો એ મોર ખિસ્સામાં, ચમકતી સાંજ, ને મીઠી ગુલાબી ભોર ખિસ્સામાં.
જિંદગી કાચના દોરના આશરે, રાતનાં સ્વપ્ન સૌ ભોરના આશરે.
નહીં, એ તમાશો ફરીથી નહીં, વિરહનો દિલાસો ફરીથી નહીં.
આવજો, બેસો ઘડી, આ ઓરડે તાળું નથી, દિલ સમું ખુલ્લું અમારું, ખોરડે તાળું નથી.
નગારાં ગાજતાં મેળે, જરા આ ઢોલ માણી લે, પવન ડોલે, ધરા ઝૂમે, ખડો આ મોલ માણી લે.
કાર ઍસીમાં ફરે ને ત્યાગની વાતો કરે, ઝૂંપડાં બાળી પછી એ આગની વાતો કરે.
પાડતું પગલી, છતાં એ આંગળી છોડે નહીં, દ્વારિકાના રાજવી પણ વાંસળી છોડે નહીં.
સરે રેત જેવી જવાની, ફકીરા, રહે બસ સ્મરણની નિશાની, ફકીરા.
રૂઝ આવી ના હજી, આ ઘાવને અડકો નહીં, આંખમાં તરતા હજી એ ભાવને અડકો નહીં.
હતા જે મોભ ઘરના, એમની છે ખાટ ખૂણામાં, હવે તો એ જ ઝાંખો દીવડો, એ વાટ ખૂણામાં.
રાત વીતી, ભોર ઊગી, સંત-વાણી, જાગ, મન, ઝાંઝવાં પાછળ ભમે શું? ઝીલ પાણી, જાગ, મન.
નદી ઊંડી, હલેસાં જીર્ણ, તોયે પાર નક્કી છે, તિમિર ઘેરું ભલે, પણ ખૂલશે એ દ્વાર નક્કી છે.
હું હસું, તો પણ નયનનો ભેદ બોલે આયનો, બંધ મનની ગાંઠને પણ રોજ ખોલે આયનો.
હવા પૂછતી’તી મને: ‘કોણ આવ્યું?’ નથી કોઈ, તોયે કને કોણ આવ્યું?
જીતવા માટે સતત એ દોડતો થાકી ગયો, ને હરણ પાછળ પડેલો હાંફતો થાકી ગયો.
હવે બારણે આવ, ભીતર જરા, ઉજાસો નવા લાવ ભીતર જરા.
બાળપણની એ ગલી પાછી મળે ક્યારેક તો, ઓસરીમાં એ જ દીવો ઝળહળે ક્યારેક તો.
સ્ક્રીન પર સૌ સાથ બેઠા, વાતમાં ભીનું નથી, ચાંદની ઝળહળ છતાં આ રાતમાં ભીનું નથી.
ઝૂંપડીની ચીસ રાતે સાંભળી, તો ગઝલ થઈ, આ ધરા આખી અચાનક ખળભળી, તો ગઝલ થઈ.
રોજ મેસેજો કરે, પણ યારને ફુરસદ નથી, દિલ લગાવી ઓનલાઇન, પ્યારને ફુરસદ નથી.
ભરબપોરે હળ હતું ને ખેતમાં કવિતા જડી, ને બળેલા પગ તળે, એ રેતમાં કવિતા જડી.
ઊંઘ પૂરી થાય ને ચા હો સવારે, તો મજા, માસના અંતે ય થોડું હો પગારે, તો મજા.
કદી જો ઉદાસી, મને સાદ દેજે, થશે તું પ્રવાસી? મને સાદ દેજે.
ગલી ગામ બાળે, દશાનન હસે, મશાલો ઉજાળે, દશાનન હસે.
નવું એક વ્હાણું જગાડી ગયું, ચકીનું જ ગાણું જગાડી ગયું.
જીતમાં સૌ જીવતા, પણ હારમાં જીવી ગયા, આભ તૂટી જાય તોયે ભારમાં જીવી ગયા.
તને ચાહ્યો હતો મેં, આ બળેલો બાગ સાક્ષી છે, હૃદયમાં જે બળી’તી રાતભર, એ આગ સાક્ષી છે.
સવારે ઊઠતાં સાથે તણાવો હું નિભાવું છું, નથી ફરિયાદ કૈં મારે, અભાવો હું નિભાવું છું.
આંખથી આંખે વહી ગઈ પ્રીત સમજાવ્યા વિના, બે હૃદયને આવડી ગઈ રીત સમજાવ્યા વિના.
રાતભર સૌ દાદ દે, ને પાય રડતું ઘૂંઘરું, આંખ ભીની તોય મારું રોજ હસતું ઘૂંઘરું.
જે ન શબ્દોમાં સમાયું, એ ગવાયું મૌનમાં, આંખના કાગળ ઉપર જે જે લખાયું મૌનમાં.
મળી ડાળ-છાયા, ખુદા, શુક્રિયા, નથી મોહ-માયા, ખુદા, શુક્રિયા.
રડે ત્યારે હસાવે જે, મધુર એ બોલ છે દોસ્તી, બધાં રોકે, છતાં વાગે, અલગ એ ઢોલ છે દોસ્તી.
માળિયાની ધૂળમાં બેઠાં ભુલાયાં રમકડાં, બાળપણ લઈને ગયું ને સૌ છુપાયાં રમકડાં.
આંસુઓ કોરાં કરીને હું વહાવું ગઝલમાં, ને હૃદયના ઘાવને ફૂલો બનાવું ગઝલમાં.
ઘસાશે જે સુખડ જેવો, સદા કામે ખપી જાશે, લડે જે સત્યને માટે, વતન-નામે ખપી જાશે.
કહી દીધી ગઝલમાં સૌ ઘણી વાતો, હવે જઈએ, નિભાવ્યો સાથ સૌનો, ને હતો નાતો, હવે જઈએ.
આંગણું આ શબ્દનું મેં રોજ ધોયું આંસુથી, ને તને પણ આંખમાંથી એમ ખોયું આંસુથી.
છોકરાં ઊડી ગયાં, ને બસ બિચારું ઘર હવે, દીકરો ફોને કહે છે: ‘એ તમારું ઘર હવે.’