← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખપી જાશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘસાશે જે સુખડ જેવો, સદા કામે ખપી જાશે,
લડે જે સત્યને માટે, વતન-નામે ખપી જાશે.

નદી પોતે ન પીએ જળ, તરસ્યાં કાજ દોડે છે,
તરસ લઈને ભલે સૂકી, છતાં ગામે ખપી જાશે.

બજારે માણસો વેચાય, સૌનો ભાવ નક્કી છે,
નહીં વેચાય જે, એ પણ કદી દામે ખપી જાશે?

પિતાજી ભીંત થઈ ઘરની, સદા ઊભા અડીખમ થઈ,
પ્રહારો ઝીલતો આવ્યો, બલા સામે ખપી જાશે.

પરાગે ફૂલને પૂછ્યું: ‘ખરીને શું થશે તારું?’
‘ખરીને બીજ થઈ મારું, નવે ઠામે ખપી જાશે.’

– પરાગ રતનપરા

#ગઝલ #ત્યાગ #દધીચિ #સમર્પણ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Sacrifice #SelflessService #Father #Integrity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીકરીને નામેઆગલો લેખ →હવે જઈએ