સાદ દેજે
કદી જો ઉદાસી, મને સાદ દેજે,
થશે તું પ્રવાસી? મને સાદ દેજે.
હશે ચાંદની રાત, ઠંડી હવા પણ,
ચડે જો અગાસી, મને સાદ દેજે.
ઘટા ઘોર ગાજે, સમંદર ઉછાળે,
થકે જો ખલાસી, મને સાદ દેજે.
નવી ભૂમિ, ભાષા, નવા લોક સઘળા,
વિદેશે નિવાસી? મને સાદ દેજે.
હવામાં પરાગે ભરી મ્હેક થોડી,
થવું હો સુવાસી, મને સાદ દેજે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૈત્રી #સાથ #ભરોસો #સાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #AlwaysThere #Companionship #CallMe #ParagRatanpara