તમારા જ માટે
નમે છે લતાઓ તમારા જ માટે,
વહે છે હવાઓ તમારા જ માટે.
ગગન ગાજતું, વીજ નાચે ઘડીમાં,
ઢળી છે ઘટાઓ તમારા જ માટે.
ક્ષિતિજ પર ઉષાના કરે કંકુ-થાળી,
સજી છે દિશાઓ તમારા જ માટે.
ભ્રમર, કોકિલા, મોર, મેના ય ભેગાં,
જમાવી સભાઓ તમારા જ માટે.
લખી મ્હેકથી પાંદડાં પર સદાયે
પરાગે કથાઓ તમારા જ માટે.
– પરાગ રતનપરા
#ગઝલ #વસંત #પ્રકૃતિ #પ્રેમ #ઉત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Spring #NaturesWelcome #Love #Celebration #ParagRatanpara