← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંભરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ઢળતાં પાદરે વડ હેઠ ચોરો સાંભરે,
ને પતંગોની ઉડાને કાચ-દોરો સાંભરે.

હાથ મેલા, પગ ઉઘાડા, બોરથી ખિસ્સું ભરી,
ધૂળમાં રમતો હતો જે, એ જ છોરો સાંભરે.

હાથ ધ્રૂજે છે હવે, ને લાકડી છે આશરો,
મૂછ પર દઈ તાવ ફરતા, એ જ તોરો સાંભરે.

હાથમાં કાગળ ધરીને રાતભર બેઠો હતો,
શબ્દ વિણ જે મોકલાયો, પત્ર કોરો સાંભરે.

આ પરાગે બાગ છોડ્યો, શ્હેરમાં આવ્યો, અને
ફૂલનો, મધથી ભરેલો એ કટોરો સાંભરે.

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #ગામ #યાદો #પહેલોપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #VillageMemories #Nostalgia #FirstLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપણ રામ છેઆગલો લેખ →ધર્મશાળા