← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધર્મશાળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારું મન
એક જૂની ધર્મશાળા છે.

રોજ કોઈ ને કોઈ
ઉતારો માગે —
ક્યારેક ગુસ્સો
ખભે બિસ્તરો લઈ આવે,
ક્યારેક ઉદાસી
ચૂપચાપ ખૂણામાં બેસી જાય,
ક્યારેક આનંદ
ઢોલ વગાડતો
આખી રાત જગાડે.

પહેલાં હું
દરવાજે તાળું મારતો.
હવે
રજિસ્ટરમાં નામ લખું છું,
ઓરડો આપું છું,
ને સવારે
વિદાય આપું છું.

કોઈ કાયમ રહેતું નથી —
સિવાય કે
આ ધર્મશાળાનો
બુઢ્ઢો ચોકીદાર,
જે હું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાંભરેઆગલો લેખ →સાંઈ, આંગણ આવો