આયનો
હું હસું, તો પણ નયનનો ભેદ બોલે આયનો,
બંધ મનની ગાંઠને પણ રોજ ખોલે આયનો.
રૂપ ને યૌવન ઉપર જે ગર્વ કરતા'તા સદા,
એમના ગાલે કરચલી સૌ ય તોલે આયનો.
મંચ પર દેવો સમા, ને પોસ્ટરોમાં ઝળહળે,
રાતના મ્હોરું ઉતારી, સાવ ફોલે આયનો.
હોઠ લાલી, આંખ કાજળ, સૌ સજાવટ બ્હારની,
ભીતરે સંતાયલા જે ઘાવ, છોલે આયનો.
આ પરાગે આયનાને મ્હેક આપી એક દી',
ને પછી તો સાથ મારી, મસ્ત ડોલે આયનો.
– પરાગ રતનપરા
#ગઝલ #અરીસો #સત્ય #દંભ #આત્મદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Truth #Masks #SelfReflection #ParagRatanpara