← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાક્ષી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને ચાહ્યો હતો મેં, આ બળેલો બાગ સાક્ષી છે,
હૃદયમાં જે બળી’તી રાતભર, એ આગ સાક્ષી છે.

હજારો વાર ધોયો મેં દુપટ્ટો, તોય જો, તારો
હજી પાલવ ઉપર જામી ગયો, એ દાગ સાક્ષી છે.

નથી તું, તોય મારી વાંસળી ગાતી રહી રોજે,
ગળામાં જે ઠરી ગ્યો, એ અધૂરો રાગ સાક્ષી છે.

વહેંચી રોટલી માએ, અમે સૌ ખાઈ ઊંઘ્યા’તા,
રહી ભૂખી સદા મા, ને અધૂરો ભાગ સાક્ષી છે.

પરાગે તો સદા માન્યું, અમે બંને હતાં એક જ,
ઉડાડ્યો રંગ જે સાથે, હજી એ ફાગ સાક્ષી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સ્મૃતિ #માનોત્યાગ #સાક્ષી #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveRemembered #Witness #MothersSacrifice #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆદર્શ નાગરિકઆગલો લેખ →આજ તો વરસે મેહુલો