← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરાણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દો બધા તીખા થયા, કોની સરાણે છે, જુઓ!
તીરો બધાં તાકેલ છે, ને તું નિશાણે છે, જુઓ.

આંખે હસી, હૈયે રડી, જીવ્યા કરે સૌ લોક આ,
આ લોક જીવે છે મજાથી, કે પરાણે છે, જુઓ?

ખુરશી ઉપર સાહેબ સૂતા, ધૂળ ખાતી ફાઈલો,
આ રાજ ચાલે છે, કહો, કોના પ્રમાણે છે, જુઓ?

પ્રશ્નો હતા જે શૈશવે, એ આજ પણ ઊભા ખડા,
જીવી ગયા, જાણ્યા નહીં, કેવા ઉખાણે છે, જુઓ!

મંદિર, મિલન, મેળા, બધે ફૂલો પરાગે મ્હેકતાં,
એ ફૂલ પણ અંતે ખરી, કોના મસાણે છે, જુઓ.

– પરાગ રતનપરા

#ગઝલ #શબ્દ #જીવન #વ્યંગ #નિયતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #EdgeOfWords #LifesRiddle #Satire #Destiny #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક વાર ‘હા’આગલો લેખ →હથેળીમાં