← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીવી ગયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જીતમાં સૌ જીવતા, પણ હારમાં જીવી ગયા,
આભ તૂટી જાય તોયે ભારમાં જીવી ગયા.

ઝેર પ્યાલે દોસ્ત આપે, ને હસીને પાય પણ,
આંખ મીંચી પી ગયા, ને પ્યારમાં જીવી ગયા.

દીવડો ઠરવા ગયો, ને તેલ ખૂટ્યું વાટમાં,
આંખમાં સપનાં ભરી અંધારમાં જીવી ગયા.

નાવ તૂટી, ને હલેસાં હાથથી છૂટી ગયાં,
તોય તરતા, ડૂબતા, મઝધારમાં જીવી ગયા.

આ ‘પરાગે’ કાંટ વચ્ચે મ્હેક સાચવવી હતી,
એટલે તલવારની એ ધારમાં જીવી ગયા.

– પરાગ રતનપરા

#ગઝલ #ખુમારી #સંઘર્ષ #જિજીવિષા #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #Struggle #WillToLive #Courage #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘડિયાળી કાકાઆગલો લેખ →આદર્શ નાગરિક