આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૩૩ / ૪૧
આખરે આવી ગયો છું આજ હું મારી તરફ, ને નજર મારી વળી છે ભીતરી બારી તરફ.
ખડકની ટોચ પર બેઠાં વિહંગો ધ્યાન કરવાને, ગગન આખું ઉતરતું હોય જાણે સ્નાન કરવાને.
મૌન પણ ઝેર છે, કૈં કશું બોલ તું, રૂસણું છોડ ને, જે ખરું બોલ તું.
તું મળી રસ્તે, ન લાગ્યું ક્યાંય આ મન તે પછી, શ્વાસ ચાલે છે, છતાં મારું નથી તન તે પછી.
શોધ જેની હું કરું છું, એ જ ભીતરમાં હતો, ને દિશાઓ ઘૂમતો હું, સાવ અંતરમાં હતો.
આંખમાં તારી છુપાયેલું ય છાનું છે કશું, આંસુ છે કે હર્ષ છે? કે કો' બહાનું છે કશું?
રૂપ રેશમ સમું નયનનો ડંખ છે, ચાંદની શીતળી ગગનનો ડંખ છે.
કોઈ પૂછે જરા: ‘જીવવું કેમ છે?’ એકલા એકલા ઝૂરવું કેમ છે?
આ દિવાળીએ ઘરે ઘર સૌ ઉજાસે ઝળહળે, ને નમેલી ઝૂંપડીમાં પણ પ્રકાશે ઝળહળે.
ના કરી અટકળો, લઈ કદમ ચાલ તું, છોડ અવઢવ બધી, તજ ભરમ ચાલ તું.
રૂપ, પૈસો, નામ, મોભો, સૌ નચાવે છે મને, કોણ જાણે કેમ ઈશ્વર ના બચાવે છે મને.
સાંજ ઢળતાં થયું: ઓ ઝરણ, ગીત દે, ઠેસ વાગે ભલે, ઓ ચરણ, ગીત દે.
ભોગ માણી જ ક્યાં? ભોગવાયા અમે, આયનાથી ય પણ છેતરાયા અમે.
નજર મળતાં જ આ ધરતી જરા ડોલી પહેલી વાર, હૃદયની બંધ બારી કોઈએ ખોલી પહેલી વાર.
ગૂગલે આપ્યા જવાબો, પણ ઉખાણું ક્યાં મળે? રાત આખી ઑનલાઇન, પણ વહાણું ક્યાં મળે?
પંથ લાંબો, શ્વાસ ઓછા, રાત બાકી છે છતાં, દીપ ઝગમગતો રહે છે, આંખ થાકી છે છતાં.
ચાલતો ચુપચાપ ને ના કૈં ય બોલે છે સમય, ત્રાજવે સૌને બરાબર એક તોલે છે સમય.
રાતભર એકલો જાગતો ખેતરે, ભરબપોરે ય એ દાઝતો ખેતરે.
રાતભર મોજાં ઉછાળે એક સાગર ઊંઘમાં, કોણ ખખડાવી જતું છમછમ જ ઝાંઝર ઊંઘમાં.
કાલ તો સ્વપ્ન છે, જી ભરી આજમાં, ફૂલ ખીલ્યું, હસી લે ફરી આજમાં.
ઘાવ ઊંડો હતો, એ વ્યથા શેર થઈ, જે મળી જિંદગીમાં, સજા શેર થઈ.
‘ઠીક છું’ બોલી છુપાવે એ ઉદાસી ફોન પર, ને દબાવે છે ગળામાં સ્હેજ ખાંસી ફોન પર.
આંખ બાંધી, ન જોયું કશું ન્યાયમાં, ત્રાજવે તોલવાનું બધું ન્યાયમાં.
જે ગયું, એ તો ગયું, એની ઉધારી મૂક ને, ભીતરે ખૂંપી ગયેલી એ કટારી મૂક ને.
આંખમાં વર્ષ ગ્યાં આ સપન વાવતાં, ગામ છૂટ્યું, નવું આ વતન વાવતાં.
પાંદડે પાંદડે ઊતરી પાનખર, માર્ગ પર પીત ચાદર ધરી પાનખર.
જાગતાં ચુપ હતી, તું મળી નીંદમાં, મૌનની ગાંઠ પણ ત્યાં ગળી નીંદમાં.
આ ઘડી પાછી ન આવે, મન, હસીને રામ ભજ, દુઃખના ડુંગર ઉપર પણ તું રમીને રામ ભજ.
ચાચરે ચોકમાં લો, રમે માવડી, ભક્તની ભાવના પર નમે માવડી.
ભાવ ચડતા આભ લગ, ને જીવવું મોંઘું થયું, ગૅસના ભાવે હવે તો રાંધવું મોંઘું થયું.
આંગણે ચકલાં ગયાં ક્યાં? ડાળ ડાળી સ્તબ્ધ છે, ઓસરીમાં બાળપણની એક તાળી સ્તબ્ધ છે.
આંખ બેતાલ, ના કામ ચશ્માં વિના, હું ન વાંચી શકું નામ ચશ્માં વિના.
ગામ આખું છે કતારે, બંધ બારી, ‘નેક્સ્ટ પ્લીઝ’, સાંજ ઢળતાં ને પછી જ્યાં માંડ વારી, ‘નેક્સ્ટ પ્લીઝ’.
ગાય નરસિંહ જે, તે ગિરા આપણી, ઝૂલતી ગીર ને આ ધરા આપણી.
બધું આ મને તો મળેલું ઉધારે, હતું શ્વાસનું પણ ગણેલું ઉધારે.
બરફ થઈ ગયો, તોય જળ તો હતો, અહમનો જરા એક વળ તો હતો.
ઘટે છે ચાંદ, એ તો રાતને દીધો દગો શાનો? ખરે છે પાન, એમાં ડાળનો એકે ગુનો શાનો?
ઝૂંપડીમાં સુખ ઘણું છે, રાજની ઈચ્છા નથી, આભ છત્રી છે અમારી, તાજની ઈચ્છા નથી.
અમાસે ભટકતો સિતારો બની જા, હવે ડૂબતાનો કિનારો બની જા.
હજી એક દીવો બુઝાતો નથી, અમાસે ય ક્યાંયે છુપાતો નથી.
ડૉલરોના દેશમાં પણ શ્વાસમાં ગુજરાત છે, થેપલાં ડબ્બે ભરીને આવતી સોગાત છે.
બા નથી, પણ આંગણામાં એ જ ક્યારી છે ઘરે, ઓસરીની એ જ ઢળતી સાંજ ન્યારી છે ઘરે.
ગામનો એ એક કવિ, બસ ગીત છોડીને ગયો, શબ્દમાં જીવી જવાની રીત છોડીને ગયો.
તમે દ્વાર ખોલો ઘડી બે ઘડી, નયનથી ય બોલો ઘડી બે ઘડી.
ફ્લેટ મોટા, લિફ્ટ ઝડપી, આંગણું મળતું નથી, ડોરબેલો ગાજતી, પણ બારણું મળતું નથી.
રામની જય બોલનારા લાખ, રાવણ છે બધે, કોઈ સામે ના જુએ, બસ હાથ-દર્પણ છે બધે.
રોશનીથી ઝળહળે છે, આ બજારે ક્યાં રડું? નાવડી હાસ્યો ભરી, હું આ કિનારે ક્યાં રડું?
આંખ મીંચું ત્યાં જ તું તો ભીતરે નિત ઝળહળે, રોજ ઊઘડતું કમળ જે અંતરે નિત ઝળહળે.
ભલે હોય આંધી, નમીશું નહીં, દિયો ઘાવ લાખો, રડીશું નહીં.
ઝેર મીરાં જેમ હસતાં પી શકે તો આવજે, જે ક્ષણે છે, એ ક્ષણે બસ જી શકે તો આવજે.