નીંદમાં
જાગતાં ચુપ હતી, તું મળી નીંદમાં,
મૌનની ગાંઠ પણ ત્યાં ગળી નીંદમાં.
તું હતી પાસ, ને ચાંદ સાક્ષી હતો,
રાત ધીમે તને લઈ ઢળી નીંદમાં.
રૂસણાં ને અહમ બેઉ ભૂલી ગયાં,
આંસુ થઈને નદીમાં ભળી નીંદમાં.
ઓલવેલો હતો દીવડો ઓરડે,
વાટ એની ફરીથી બળી નીંદમાં.
આ પરાગે લખેલી અધૂરી ગઝલ,
આખરે પૂર્ણ થઈ, ત્યાં ફળી નીંદમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સપનું #મિલન #પ્રેમ #સંવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #DreamMeeting #Love #Reconciliation #NightDreams #ParagRatanpara