બાનું ઘર
બા નથી, પણ આંગણામાં એ જ ક્યારી છે ઘરે,
ઓસરીની એ જ ઢળતી સાંજ ન્યારી છે ઘરે.
આજ પણ જે કોઈ આવે, તો તરસ છીપે અહીં,
ઓટલે મૂકી હતી બા, એ જ ઝારી છે ઘરે.
કોઈ આવે કે ન આવે, રોજ સાંજે ખોલતો,
રાહ જોતી બા જહીંથી, એ જ બારી છે ઘરે.
દીકરો પરદેશથી આવે દિવાળીએ, ખબર?
હાથમાં દીવો ધરીને આ અટારી છે ઘરે.
આ પરાગે શ્હેરમાં જઈ ખેતરો વેચ્યાં છતાં,
ગામની માટી તણી બસ એ ખુમારી છે ઘરે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #બાનુંઘર #સ્મૃતિ #સંસ્કાર #પરાગરતનપરા
#GujaratiGhazal #MothersHome #Memories #Legacy #Nostalgia #ParagRatanpara