← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીની સિમેન્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવી સોસાયટીના રસ્તા પર
સિમેન્ટ ભીની હતી ત્યારે
કોઈ બાળકે
પોતાનું નામ લખી દીધું —
વાંકુંચૂકું: ‘મુન્નો’.

ચોકીદારે ગાળો દીધી,
સેક્રેટરીએ નોટિસ મૂકી,
સિમેન્ટ સુકાઈ ગઈ.

હવે વીસ વર્ષ થયાં.
ઉદ્ઘાટનની તકતી પરનાં
નેતાઓનાં નામ
ઝાંખાં પડી ગયાં છે.
‘મુન્નો’
હજી રોજ
લોકોના પગ નીચે
ચોખ્ખો વંચાય છે.

ઇતિહાસ
તકતી પર નહીં,
ભીની ક્ષણ પર
લખાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબાનું ઘરઆગલો લેખ →પરીક્ષા ચાલુ છે