← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જીવવું કેમ છે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈ પૂછે જરા: ‘જીવવું કેમ છે?’
એકલા એકલા ઝૂરવું કેમ છે?

રોજ મળતા, ન પૂછે કદી નામ પણ,
ભીડમાં જાતને ભૂલવું કેમ છે?

ના સવારે ન સાંજે ઘડી ચેન છે,
આંધળી દોટમાં દોડવું કેમ છે?

ફોનમાં ‘ઠીક છું’ રોજ લખતો રહું,
સાચ સામે જરા બોલવું કેમ છે?

ફૂલને આ પરાગે જ પૂછ્યું હતું,
‘રોજ ખરવા છતાં ખીલવું કેમ છે?’

– પરાગ રતનપરા

#ગઝલ #એકલતા #જીવન #ભીડ #ખુશાલી #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #HowAreYou #RatRace #Resilience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાનાને સંદેશોઆગલો લેખ →ચહેરા ઉપર ચહેરો