છે છતાં
પંથ લાંબો, શ્વાસ ઓછા, રાત બાકી છે છતાં,
દીપ ઝગમગતો રહે છે, આંખ થાકી છે છતાં.
હાથ ધ્રૂજે છે, ઘણું ધુમ્મસ નિશાનાની તરફ,
તોય મેં આશા તણું આ લક્ષ તાકી છે છતાં.
જામ ખાલી, મયકદો સૂનો, બધા મિત્રો ગયા,
રાત સૂની, તોય મનમાં એક સાકી છે છતાં.
ગામ ખાલી થઈ ગયું, સૌ દૂર પરદેશે ગયા,
તોય દીવો રોજ કરતી એક કાકી છે છતાં.
આ પરાગે મ્હેક વેરી છે બધે, વેરીશ પણ,
છે ખબર, આ દેહ મારો સાવ ખાકી છે છતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #હિંમત #જીવન #અડગતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Perseverance #LifeJourney #NeverGiveUp #ParagRatanpara